PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ આવશે. એકતાનગર ખાતે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. રૂ.1,220 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાશે. સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી એકતા પરેડમાં હાજર રહેશે. મ્યુઝિયમ ઓફ રૉયલ કિંગ્ડમ ઑફ ઈન્ડિયાનો શિલાન્યાસ કરશે. 5.5 એકર વિસ્તારમાં રૂ.367.25 કરોડના ખર્ચે મ્યુઝિયમ તૈયાર થશે.
PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ આવશે PM મોદી
 
                                    