શુક્રવાર, ફેબ્રુવારી 21, 2025

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયચીનને કયો રોગ થયો? છોકરીઓના લગ્ન નથી થઈ રહ્યા

ચીનને કયો રોગ થયો? છોકરીઓના લગ્ન નથી થઈ રહ્યા

2024માં ચીનના લગ્નોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. યુવાનો લગ્નથી દૂર ભાગે છે અને સરકારી પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે. વાત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે દર 5માંથી 2 યુવતીઓ વર્જિન છે. સાથે જ છૂટાછેડાનો દર પણ ઝડપથી વધી રહ્યો છે. ચીનની સરકાર લગ્નને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્લાન બનાવી રહી છે, પરંતુ આ પ્રયાસો સફળ નથી થઇ રહ્યા.

ચીનમાં લગ્નોની સંખ્યામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. વાત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે દર 5માંથી 2 યુવતીઓ વર્જિન છે. સાથે જ છૂટાછેડાનો દર પણ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2024 માં, લગ્ન નોંધણીની સંખ્યા માત્ર 61 લાખ હતી, જે 2023 ની તુલનામાં 20.3% ઓછી છે. 1986 બાદ આ સૌથી ઓછી સંખ્યા છે.

ખાસ કરીને શહેરોમાં, જ્યાં 44% મહિલાઓ લગ્ન કરવા માંગતી નથી, ત્યાં લગ્ન વિશેની પરંપરાગત ધારણા નબળી પડી રહી હોય તેવું લાગે છે. લગ્ન અને સંબંધો અંગે યુવાનોની બદલાતી વિચારસરણી સરકાર માટે ચિંતાનો વિષય બની છે.

લગ્નથી દૂર ભાગે છે યુવાનો, સરકાર પરેશાન

ચીનની સરકાર સતત યુવાનોને લગ્ન કરવા અને પરિવાર ઉછેરવા માટે પ્રેરિત કરી રહી છે ત્યારે આ સ્થિતિ છે. પરંતુ મોંઘવારી, આર્થિક અસ્થિરતા અને બદલાતી જીવનશૈલીના કારણે યુવાનો લગ્નને બોજ માનવા લાગ્યા છે.

નિષ્ણાંતોનું એમ પણ કહેવું છે કે આર્થિક અસુરક્ષા, નોકરીની અનિશ્ચિતતા અને બાળકોના ઉછેરનો વધતો ખર્ચ લગ્નથી દૂર રહેવાના મુખ્ય કારણોમાં સામેલ છે. ચીનમાં બાળકોના ભણતર અને દેખભાળ પાછળ પહેલેથી જ મોટો ખર્ચ થઈ રહ્યો છે, તેથી લોકો લગ્ન અને પરિવારની જવાબદારીઓને ટાળી રહ્યા છે.

છૂટાછેડાના કેસમાં ઉછાળો!

ચીનમાં માત્ર યુવાનો જ લગ્નથી દૂર નથી રહેતા, પરંતુ પરણિત લોકો પણ અલગ થવાનું વિચારી રહ્યા છે. આંકડા મુજબ 2013માં ચીનમાં છૂટાછેડાનો દર 1000 વ્યક્તિએ 2.6 હતો. 6 વર્ષમાં એટલે કે 2019 સુધીમાં તે વધીને 3.4 થઈ ગઈ. તે પછી, તે 2021 માં ઘટીને 2 પર આવી ગયો, પરંતુ 2023 માં ફરીથી 2.6 પર પહોંચી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી પેઢીના કપલ્સ પરંપરાગત મૂલ્યોમાં માનતા નથી. તેઓ લગ્નમાં સમાનતા અને પરસ્પર સમજણ ઇચ્છે છે. જો બધું તેમના ધાર્યા પ્રમાણે ન થાય તો તેમને છૂટાછેડા લેવામાં વાર નથી લાગતી.

સરકારના પ્રયાસો, જનતાનો વિરોધ

ચીનની સરકાર લગ્નને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ બનાવી રહી છે. યુનિવર્સિટીમાં “લવ એજ્યુકેશન” અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન લગ્ન અને પરિવારને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. તાજેતરમાં, ચીનના ચાંગશા શહેરમાં “વેડિંગ એક્સ્પો” યોજવામાં આવ્યો હતો, જ્યાં લગ્ન અને પરિવારને પ્રોત્સાહિત કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમ કે – “ત્રણ બાળકો શ્રેષ્ઠ છે”. પરંતુ આ એક્સ્પોની લોકોની તીખી ટીકા થઈ હતી. લોકોએ તેને ઘર અને બાળકોની જવાબદારી મહિલાઓ પર થોપવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

ચીનની વસ્તી કટોકટી વધુ ઘેરી બની

લગ્ન અને જન્મદરમાં ઘટાડાથી ચીનનું વસ્તી સંતુલન ખોરવાઈ ગયું છે. 2024માં સતત ત્રીજા વર્ષે વસ્તી ઘટી હતી અને હવે દેશની કુલ વસ્તી 1.4 અબજ છે. આમાંથી લગભગ 25 ટકા લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે. ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જો કે આ ઘટાડાથી ચીન સામે અનેક પડકારો ઉભા થઇ શકે છે.

ઉદાહરણ તરીકે, યુવા શ્રમિક જનસંખ્યામાં ઘટાડો થશે, કરવેરાની આવકમાં ઘટાડો થશે, અને પેન્શનો તથા આરોગ્ય સેવાઓનાં તંત્રો ભારે દબાણ હેઠળ હશે. આ માટે ચીનની સરકારે 2024માં નિવૃત્તિની વય વધારવાની યોજના બનાવી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ સમસ્યાનો ઉકેલ નથી. જ્યાં સુધી કાર્યસ્થળમાં લિંગ ભેદભાવ દૂર કરવામાં નહીં આવે અને કામના કલાકો ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી પરિસ્થિતિમાં સુધારો થશે નહીં.

શું ચીનમાં લગ્નનું ભવિષ્ય અંધકારમય છે?

યુવાનોની વિચારસરણી સતત બદલાતી રહે છે. તેઓ લગ્ન અને પરિવાર કરતાં વ્યક્તિગત સ્વતંત્રતા અને નાણાકીય સ્થિરતાને પ્રાધાન્ય આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર નક્કર સામાજિક અને આર્થિક સુધારા નહીં લાવે ત્યાં સુધી લગ્ન અને જન્મદરમાં ઘટાડો થતો રહેશે. આ ઘટાડાની અસર ચીનની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સ્થિતિ પર પણ પડી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર