શુક્રવાર, ફેબ્રુવારી 21, 2025

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાત સરકારના બજેટમાં ખેડૂતો માટે ખાસ પ્રાવધાન,ધરતીપુત્રોને ફાળવવામાં આવ્યું કરોડોનું ફંડ

ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતો માટે ખાસ પ્રાવધાન,ધરતીપુત્રોને ફાળવવામાં આવ્યું કરોડોનું ફંડ

કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે. બજેટમાં ખેડુતો માટે પણ અનેક સોગાત છે.

કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સરદાર સરોવર યોજના હેઠળ 17.22 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, અને નહેરોના નેટવર્કનો વિસ્તાર થતો રહેશે.

સરકારે PM Kisan ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરી છે. માત્ર 4% વ્યાજ દરે લોનની સુવિધા માટે ₹1252 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતો માટે પાક બીમાને વધુ મજબૂત બનાવવામાં આવશે, અને વીમા પ્રીમિયમ પર વધુ સબસિડી આપવામાં આવશે.

પશુપાલન અને દૂધ ઉત્પાદન પ્રોત્સાહન માટે ગીર ગૌસંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. મચ્છીપાલન માટે *₹1622 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ફળ-ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે ₹100 કરોડની સબસિડી મળશે.

“સહકારથી સમૃદ્ધિ” અભિયાન હેઠળ ખેડૂતોને સહકારી મંડળીઓ સાથે જોડવાની યોજના લાગુ રહેશે. રાજ્યને કૃષિ નિકાસ હબ બનાવવાનો પ્લાન છે, જેમાં લોજિસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર