સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે સાઉદી અરેબિયન રિયાલ પ્રતીકને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયાની નાણાકીય માન્યતા વધશે.
ભારત અને અમેરિકા સહિત કુલ 4 દેશોના પોતાના પ્રતીકો છે, હવે આ યાદીમાં સાઉદી અરેબિયાનું રિયાલ પ્રતીક પણ સામેલ કરવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે સાઉદી અરેબિયન રિયાલના પ્રતીકને સત્તાવાર રીતે મંજૂરી આપી છે, જે એક સીમાચિહ્નરૂપ છે. આ રાજ્યના રાષ્ટ્રીય ચલણની ઓળખને મજબૂત બનાવે છે. સાઉદી રિયાલનું પ્રતીક રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. સાઉદી સેન્ટ્રલ બેંક (SAMA) ના ગવર્નર અયમાન અલ-સયારીએ, પ્રતીક લોન્ચ કરવામાં તેમના નેતૃત્વ બદલ રાજા સલમાન અને ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનનો ઊંડો આભાર વ્યક્ત કર્યો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણયથી સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયાની નાણાકીય માન્યતા વધશે. અલ-સયારીએ જણાવ્યું હતું કે સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરીને નાણાકીય અને વાણિજ્યિક વ્યવહારોમાં રિયાલ પ્રતીકનો અમલ ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.