રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. આજે બજેટમાં આશરે 10 જેટલી મોટી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતા 21 ટકા ના વધારો કરાયો છે. આ વર્ષના બજેટમાં 8200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઈઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિરસા મુંડાની 150 મીંજનમજયંતી જન જાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.