2 સૈનિકો શહીદ, 11 ઘાયલ
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે કુલગામ ઓપરેશનમાં શહીદ થયેલા સૈનિકો વિશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી. તેમણે લખ્યું કે ચિનાર કોર્પ્સ દેશ માટે શહીદ થયેલા બહાદુર લેફ્ટનન્ટ કર્નલ પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. તેમની હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપશે. વધુમાં, તેમણે લખ્યું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે.
‘ઓપરેશન અખાલ’ ૧ ઓગસ્ટથી શરૂ થયું
અધિકારીઓએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી શરૂ થયેલી આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અખાલમાં એક જંગલમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા શુક્રવારે બંને પક્ષો વચ્ચે શરૂઆતી ગોળીબાર બાદ, રાત માટે કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં ઘેરાબંધી મજબૂત કરવામાં આવી હતી અને વધારાના સૈનિકોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.
બીજા દિવસે, જ્યારે ગોળીબાર ફરી શરૂ થયો, ત્યારે બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના જૂથની ઓળખ હજુ સુધી થઈ નથી.
આતંકવાદીઓનો ખાત્મો હજુ પણ ચાલુ છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે સતત લડાઈ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ વડા નલિન પ્રભાત અને આર્મી નોર્ધન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા સહિત વરિષ્ઠ પોલીસ અને લશ્કરી અધિકારીઓ ચોવીસ કલાક ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.