સુરત શહેરના વેસુનો કાપડ વેપારી હનીટ્રેપમાં ફસાવ્યો. 20 લાખની માંગ કરી આખરે વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો સાથ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનાર વેપારીએ અલથાણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સુરત શહેરના હનીટ્રેપ કરતી ગેંગ ફુટી નીકળી છે.
મહેસાણા તાલુકા PI ડી.આર. રાવ અને જમાદાર દારૂના કેસમાં સસ્પેન્ડ
મહેસાણામાં ગત 19મી એપ્રિલે SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 18 લાખનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બેદરકારી બદલ, મહેસાણા તાલુકા પીઆઈ અને જમાદારને રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. છઠીયારડામાંથી 18 લાખનો દારૂ ઝડપાવા મામલે રાજ્યના પોલીસ વડાની કાર્યવાહી હાથ ધરી છે. ફરજમાં નિષ્કાળજી બદલ પીઆઇ ડી.આર. રાવ અને જમાદાર ચિરાગને સસ્પેન્ડ કરાયા છે. SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં પાડેલા દરોડામાં 40 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકનો ચાર્જ અન્ય જિલ્લામાંથી આવેલા પીઆઇ અમીનને સોંપાયો છે.
સુરતના વરાછામાં આવેલ મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કેસમાં ફાર્માસિસ્ટની ધરપકડ
સુરતમાં વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કેસમાં ફાર્માસિસ્ટની ધરપકડ કરી છે. પોલીસે મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરી છે. રામગોપાલના કારનારનામા મહારાષ્ટ્ર્ર થી રાજસ્થાન સુધી ચર્ચામાં છે. 6 માસમાં રામગોપાલે જુના સ્થળે નવી હોસ્પિટલ ખોલી છતાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. સૌથી મોટી બેદરકારી સુરત જિલ્લા આરોગ્ય વિભાગની રહી છે. ગાંધીનગર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ IGની ટીમે સુરેન્દ્રનગરના બુટલેગરના ઘર દરોડા પાડીને 30 લાખનો દારુ પકડ્યો
રાજકોટ રેન્જ IGની ટીમે સુરેન્દ્રનગરના બુટલેગરના ઘર દરોડા પાડીને 30 લાખનો દારુ પકડી પાડ્યો છે. બુટલેગરના ઘર પર રેડ કરી 29.75 લાખનો દારૂ ઝડપ્યો. રાજકીય રેન્જ આઇ.જી. ટીમને બાતમી મળી હતી કે, લખતરનો નામચીન બુટલેગર ઇમરાન ઉર્ફે મસાલ હબીબશાહ અને તેનો ભાઇ ઇમરાન પોતાના કબ્જા વાળા ઘરે ગેરકાયદેસર પરપ્રાત્ય દારૂ મંગાવી વેચાણ કરે છે. જેથી પોલીસ એ રેડ કરતા આરોપીના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો 7163 નંગ તેમજ બીયર ટીન 1080 કિમત 28.75 લાખ મળી આવ્યો હતો. પોલીસ એ આરોપીના કબ્જા માથી કુલ રૂપીયા 30.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


