ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં ટ્રમ્પ જીતે કે હેરિસ, રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધોનો અંત નહીં આવે

અમેરિકામાં ટ્રમ્પ જીતે કે હેરિસ, રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધોનો અંત નહીં આવે

આ ચર્ચાને ચૂંટણીના પરિણામોની ઝલક માનવામાં આવે છે. આ ચર્ચા બાદ એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે કમલા હેરિસ અથવા ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોઇ એકની જીતથી દુનિયામાં ચાલી રહેલા યુદ્ધને રોકી શકાશે નહીં. અમેરિકાના આગામી પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય ભલે 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી બાદ થઈ શકે છે, પરંતુ રાષ્ટ્રપતિપદના બંને ઉમેદવારો વચ્ચેની ચર્ચાએ સ્પષ્ટ કરી દીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ ગમે તે જીતે પણ વિશ્વમાં યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે ટ્રમ્પ અને હેરિસ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં બંને ઉમેદવારોએ રશિયા-યુક્રેન અને મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધને લઇને ઘણી નવી વાતોનો ખુલાસો કર્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો પુતિન યુક્રેનની રાજધાની કિવમાં બેસતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને કેવી રીતે અટકાવશે, ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ બંને પક્ષો સાથે વાટાઘાટો કરશે અને સમાધાન લાવશે, જે હાલનું બિડેન વહીવટીતંત્ર કરી રહ્યું નથી, જેના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે.


આ પણ વાંચો:
 શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાના બહાને વિધવા સાથે અમદાવાદી શખસની રૂ.3.80 લાખની ઠગાઇ

ઉમેદવારોના આક્ષેપો
ટ્રમ્પે ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે કમલા હેરિસના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો ઇઝરાયલ બે વર્ષમાં ખતમ થઇ જશે. રાષ્ટ્રપતિપદના બંને ઉમેદવારોના આ આક્ષેપ પરથી સ્પષ્ટ થાય છે કે, બંનેમાંથી કોઈ એક ઉમેદવારનું વલણ એવું નથી કે તે ચાલુ યુદ્ધમાં સામેલ બંને પક્ષોને સ્વીકાર્ય છે. આવી સ્થિતિમાં, યુદ્ધ ચાલુ રાખવાની સંભાવના જ વધી નથી, પરંતુ તેના ફેલાવાનું જોખમ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રશિયા-યુક્રેન પર નિવેદન
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો હું રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીશ તો હું શપથ લઉં તે પહેલા જ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જશે. “મારા ચાર વર્ષ દરમિયાન, યુક્રેન માટે કોઈ ખતરો નહોતો. હું રાષ્ટ્રપતિ પુતિનને સારી રીતે ઓળખું છું. જ્યારે ટ્રમ્પને બે વાર પૂછવામાં આવ્યું કે શું તમે યુક્રેનને જીતતું જોવા માંગો છો, ત્યારે તેઓ આ સવાલનો જવાબ આપવાનું ટાળતા દેખાયા હતા. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પ પર કટાક્ષ કરતા કહ્યું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ 24 કલાકમાં ખતમ થઈ જાત કારણ કે ટ્રમ્પ પુતિન સામે ઘૂંટણિયે પડી જશે. કમલા હેરિસે કહ્યું કે અમારા હથિયારો, એર ડિફેન્સ સિસ્ટમ અને પચાસથી વધુ દેશોના સમર્થનના કારણે યુક્રેન હજુ પણ રશિયાની સામે ઉભું છે.

ઇઝરાયલ-હમાસનું શું?
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ ન થાત. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે કમલા હેરિસ ઈઝરાયેલથી નફરત કરે છે અને તેમણે કહ્યુ કે જ્યારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ અમેરિકા આવ્યા તો કમલા હેરિસે તેમની સાથે મુલાકાત પણ નહોતી કરી. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે જો હેરિસ રાષ્ટ્રપતિ બનશે, તો ઇઝરાઇલ હવેથી બે વર્ષમાં નાશ પામશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઇરાન તેના શાસનકાળ દરમિયાન નિયંત્રિત હતું, જેનાથી ઇરાન હમાસ અને હિઝબુલ્લાહને ભંડોળ પૂરું પાડી શકે છે

સંબંધિત સમાચાર

તાજા સમાચાર