ગુરુવાર, જૂન 4, 2026

ઈ-પેપર

ગુરુવાર, જૂન 4, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટPDM ફાટક પાસે ગ્રીન નેટનો થાંભલો પડ્યો

PDM ફાટક પાસે ગ્રીન નેટનો થાંભલો પડ્યો

  1. PDM ફાટક પાસે ગ્રીન નેટનો થાંભલો પડ્યો

રાજકોટના PDM ફાટક પાસે મનપા દ્વારા લગાવવામાં આવેલ ગ્રીન નેટ અચાનક ઉડી જતા તેનો થાંભલો પણ રસ્તા પર પડી ગયો હતો. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાયર રસ્તા પર આવી જતા લોકો જાતે જ વાયર ઊંચા કરીને વાહનો પસાર કરતા જોવા મળ્યા, જેનાથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.


  1. મૈસુર ભગત ચોકમાં કાર અને ST બસ વચ્ચે અકસ્માત

રાજકોટના મોરબી બાયપાસ રોડ પર આવેલા મૈસુર ભગત ચોક ખાતે અર્ટિગા કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો, જોકે રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી ટ્રાફિકને ફરી સામાન્ય બનાવ્યો હતો.


  1. મંદિરમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

આજીડેમ પોલીસે મંદિરમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કરણ ભરતભાઈ પરમાર અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને પકડી પાડીને તેમની પાસેથી મોટરસાયકલ, લોખંડની પેટી અને તાંબાના વાયર સહિત કુલ ₹28,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ રામવન પાસે આવેલા મેલડી માતાના મંદિરમાં ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


  1. સર્વોદય ચોક પાસે ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક

રાજકોટના સર્વોદય ચોક નજીક એક કન્સ્ટ્રક્શન ટ્રક ચાલકે આગળ જઈ રહેલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.


  1. જુબેલી માર્કેટમાં દાદાગીરીનો વીડિયો વાયરલ

રાજકોટના જુબેલી માર્કેટ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાહેર સ્થળે કેટલાક લોકો ઉશ્કેરાટભર્યું વર્તન કરતા જોવા મળતા લોકોમાં ચર્ચા જાગી છે. વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  1. ઠાકરધણી હોટલના કિચનમાં બ્લાસ્ટ, યુવકનું મોત

રાજકોટ-ભાવનગર રોડ પર આવેલી ઠાકરધણી હોટલના કિચનમાં થયેલા બ્લાસ્ટમાં રાજસ્થાનના અરવિંદસિંહ નામના યુવકનું કરુણ મોત થયું છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે સાત મહિના પહેલા રાજકોટ નોકરી કરવા આવ્યો હતો. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી તેના ખભા પર હતી, પરંતુ અચાનક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં મૂકી દીધો છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.


  1. પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત વોકળા સફાઈ ઝુંબેશ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વરસાદી સીઝન પહેલા શહેરને તૈયાર કરવા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વોર્ડોમાં આવેલા વોકળાઓની સફાઈ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રતિનિધિઓએ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા વોકળાનું નિરીક્ષણ કરીને સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મનપાનું કહેવું છે કે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર