રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનઐશ્વર્યા રાયની અવગણના કરવા બદલ ટ્રોલ થયા અમિતાભ બચ્ચન

ઐશ્વર્યા રાયની અવગણના કરવા બદલ ટ્રોલ થયા અમિતાભ બચ્ચન

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દરેક રીતે છૂટાછેડાના સમાચારોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં, આ અફવાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે લોકો સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવારની ટીકા કરવા લાગ્યા છે. હવે આને રોકવા માટે બચ્ચન પરિવારના નજીકના મિત્રો આગળ આવ્યા છે.

ઘણા સમયથી તેમના અંગત જીવન વિશે અનેક અફવાઓ ફેલાઈ રહી છે, જે તેમના લગ્ન અને બચ્ચન પરિવાર સાથે જોડાયેલી છે. એવા અહેવાલો આવ્યા હતા કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડા થવાના છે. આ ઉપરાંત બચ્ચન પરિવાર ઐશ્વર્યાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે તેવું પણ સાંભળવા મળે છે. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન ક્યારેય ઐશ્વર્યા વિશે વાત કરતા નથી કે તેમની સિદ્ધિઓ વિશે પણ વાત કરતા નથી.

જો કે આ અફવાઓની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયે તે ઝડપથી ફેલાવા લાગી હતી. એ વેડિંગ ફંકશનમાં ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા સાથે અલગ-અલગ ફરતી હતી અને બચ્ચન પરિવારના બાકીના લોકો સાથે અલગ-અલગ ચાલતા જોવા મળ્યા હતા. આ વાત પર જ્યારે લોકોએ ધ્યાન આપ્યું તો બચ્ચન પરિવારમાં તિરાડ પડવાના સમાચાર સામે આવવા લાગ્યા. હાલમાં જ આ તમામ અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારના એક નજીકના મિત્રએ આ અંગે કોમેન્ટ કરી છે.

બચ્ચન પરિવારની ટીકા

અત્યાર સુધી બચ્ચન પરિવારના કોઇ સભ્યએ અફવા ફેલાવા પર કંઇ કહ્યું નથી, પરંતુ હવે આ મામલે તેમની પારિવારિક મિત્ર સિમી ગરેવાલે અમિતાભ બચ્ચનના બચાવમાં ટિપ્પણી કરી છે. થોડા સમય પહેલા ‘જાગૃત જનતા’ના નામથી એક સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અમિતાભ બચ્ચને પોતાની પુત્રવધૂની અવગણના કરવા અને તેના માટે અલગ વર્તન કરવા બદલ ટીકા કરી હતી.

સિમીએ બચ્ચન પરિવારનો બચાવ કર્યો

આ વીડિયો પર કોમેન્ટ કરતા સિમીએ લખ્યું કે, તમને બધાને કંઈ ખબર નથી, આ બંધ કરો. યુઝરે તરત જ આ કોમેન્ટ તરફ ધ્યાન દોર્યું હતું. આ મામલે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા પણ ચૂપ છે. જોકે, ઐશ્વર્યાએ કંઇ પણ કહ્યા વગર ડિવોર્સના સમાચાર બંધ કરી દીધા હતા. તાજેતરમાં ઐશ્વર્યા પોતાની વેડિંગ રિંગ સાથે દેખાઇ હતી, જે આ બંને કપલ્સ વચ્ચે બધુ બરાબર હોવાનો ઇશારો કરી રહી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર