ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

HomeબિઝનેસRenewable Energy ની દિશામાં મોટું પગલું, હવે 300 યુનિટ સુધી મફત વીજળી...

Renewable Energy ની દિશામાં મોટું પગલું, હવે 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકશે

હવે આ સ્કીમ હેઠળ એક નવું અપડેટ સામે આવ્યું છે. સરકાર વહેલી તકે પીએમ સૂર્યા ઘર યોજના હેઠળ સબસિડી આપવાનું કામ કરી રહી છે. આ માટે તમારે લાંબી રાહ નહીં જોવી પડે. આ સબસિડી હવે એક અઠવાડિયામાં મળી જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં સૂર્યાઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકે છે, સાથે જ સોલર રૂફટોપ લગાવવા માટે પણ સરકાર સબસિડી આપશે. સબસિડીની રકમ 78,000 રૂપિયા સુધીની હશે.

હવે આ સ્કીમ હેઠળ એક નવું અપડેટ સામે આવ્યું છે. સરકાર વહેલી તકે પીએમ સૂર્યા ઘર યોજના હેઠળ સબસિડી આપવાનું કામ કરી રહી છે. આ માટે તમારે લાંબી રાહ નહીં જોવી પડે. આ સબસિડી હવે એક અઠવાડિયામાં મળી જશે.

પ્રધાનમંત્રી સૂર્યા ઘર નિઃશુલ્ક વીજળી યોજના

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ તમામ કંપનીઓ પોતાની પ્રોડક્ટ બજારમાં ઉતારી રહી છે. પુનઃપ્રાપ્ય ઊર્જા સોલ્યુશન્સની ઉત્પાદક સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડે ઘરો અને ઓફિસોની છત માટે કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્યા ઘર ફ્રી ઇલેક્ટ્રિસિટી સ્કીમ’ અને પીએમ-કુસુમ યોજના જેવી યોજનાઓને અનુરૂપ સોલર ઓન-ગ્રિડ ઇન્વર્ટર્સ, સોલર હાઇબ્રિડ ઇન્વર્ટર્સ, સોલર માઇક્રો ઇન્વર્ટર્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ અને સોલર પંપ કન્ટ્રોલર્સની નવીન અને હાઇ-ટેક નવી રેન્જ શરૂ કરી છે.

પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં નવી ક્રાંતિ

સર્વોટેકના જણાવ્યા અનુસાર, તેના ઉત્પાદનો સૌર ઊર્જાનો ઉપયોગ કરીને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ કરશે. સર્વોટેકના સ્થાપક અને એમડી રમણ ભાટિયાનું કહેવું છે કે કેન્દ્ર સરકારની આ યોજના માત્ર કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં જ મદદ નથી કરતી, પરંતુ સાતત્યપૂર્ણ વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે, દેશ ભવિષ્યને વેગ આપવા માટે મોખરે છે. રમણ ભાટિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારની આ યોજના રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે.

1.30 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં આ યોજનામાં સબસિડી માટે 18 લાખ અરજીઓ કરવામાં આવી છે અને 1.30 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનો છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે, જેને સરકાર સબસિડી આપે છે. તેનાથી વીજળીનું બિલ ઓછું થાય છે. તેમજ વધુ વીજળીનું ઉત્પાદન કરી સરકારને વેચી શકો છો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર