ગુરુવાર, નવેમ્બર 5, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં બાળપણનો મિત્ર સાળાના લગ્નમાં પહેરવાના બહાને લઈ ગયેલો રૂ.14 લાખના દાગીના...

રાજકોટમાં બાળપણનો મિત્ર સાળાના લગ્નમાં પહેરવાના બહાને લઈ ગયેલો રૂ.14 લાખના દાગીના ઓળવી ગયો   

મોરબી રોડ ઉપર રહેતા અને ફ્રુટનો ધંધો કરતા મહેશભાઈ મેવાડા (ઉ.વ.35)એ દાગીના પરત માગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ તમાચા ઝીંકી મર્ડર કરી નાખવાની ધમકી આપી 

રાજકોટ : રાજકોટમાં ​સાળાના લગ્નમાં પહેરવાના બહાને લીધેલા રૂા. ૧૪ લાખના સોનાના દાગીનાના આરોપી રાહુલ જેન્તીભાઈ મેસરીયા (રહે. બેડીપરા) ઓળવી ગયાની અને માથે જતાં મર્ડર કરી નાખવાની ધમકી આપ્યાની બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

મળતી માહિતી મુજબ, ​મોરબી રોડ પરના રઘુવીર પાર્ક શેરી નં.૩માં રહેતાં અને મેંગો માર્કેટમાં ફૂટનો ધંધો કરતા મહેશભાઈ મેવાડા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે અગાઉ બેડીપરામાં રહેતા હતા. પાડોશમાં આરોપી પણ રહેતો હોવાથી નાનપણથી મિત્ર છે. આરોપીએ છ માસ પહેલાં સાળાના લગ્નમાં પહેરવા માટે દાગીનાની માગણી કરતા તેને સોનાના હાર, કડું, પેન્ડન્ટ સહિતના દાગીના આપ્યા હતા. ​નક્કી થયા મુજબ અઠવાડિયા પછી પણ આરોપીએ દાગીના આપવાના બદલે બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. ચારેક માસ પહેલાં પત્ની સાથે આરોપીના ઘરે દાગીના લેવા જતાં કહ્યું કે, તેને ચાંદીના કારખાનામાં પૈસાની જરૂર પડતાં તેના દાગીના પર લોન લીધી છે. થોડા દિવસમાં લોન ભરી દાગીના છોડાવી આપશે. તેની સાથે પાંચ તોલા સોનુ વધુ આપશે તેમ પણ કહ્યું હતું.

​જોકે તેણે વધુ સોનું આપવાની ના પાડી પોતાના જ દાગીના આપવાનું કહ્યું હતું. આમ છતાં આરોપીએ દાગીના આપ્યા ન હતા. બાદમાં આરોપીના પિતાની દુકાને પત્ની સાથે જતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ બે તમાચા ઝીંકી દીધા હતા. તેની પત્નીને ધક્કો મારી હવે પછી દાગીના માગવા આવશે તો મર્ડર કરી નાખીશ તેવી ધમકી આપી હતી. ​જેથી પોલીસમાં અરજી કરતા આરોપીએ દાગીના વેચી નાખ્યાનું કહ્યું હતું. દાગીના પરત આપવા ન પડે તે માટે મારકૂટ કરી ધમકી પણ આપ્યાનું પણ જણાતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર