ગુરુવાર, નવેમ્બર 5, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયવર્ષ 2027માં AI ઉથલ પાથલ સર્જશે : સમગ્ર વિશ્વમાં નાણાકીય લેવડ-દેવડની સિસ્ટમ...

વર્ષ 2027માં AI ઉથલ પાથલ સર્જશે : સમગ્ર વિશ્વમાં નાણાકીય લેવડ-દેવડની સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થવાની ચેતવણી

તેમને માત્ર પૈસા બનાવવામાં જ રસ છે ! એઆઈના ગોડફાધર જેફ્રી હિન્ટને સેમ ઓલ્ટમેન અને એલોન મસ્ક પર ગંભીર આરોપ લગાવ્યા

 (આઝાદ સંદેશ) નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે, એઆઈના જનક ગણાતા અને નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક જેફ્રી હિન્ટને AI ના ઝડપી વિકાસ સામે લાલબત્તી ધરી છે. તેમણે આકરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓના માલિકો માનવ સુરક્ષાની ચિંતા કરવાને બદલે માત્ર પોતાના આર્થિક નફા અને બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હિન્ટને ભીતિ વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં અથવા 2027 સુધીમાં સમગ્ર વિશ્વને AI સંબંધિત કોઈ મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સંકટથી સમગ્ર વીજળી ખોરવાઈ જવાની સાથે નાણાકીય લેવડ-દેવડની સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ  શકે છે. સંભવિત ખતરાની સરખામણી તેમને 1986માં થયેલી ભયાનક ‘ચેરનોબિલ પરમાણુ દુર્ઘટના’ સાથે કરી છે.

‘ધ ગાર્ડિયન’ના અહેવાલ મુજબ, જેફ્રી હિન્ટને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટેસ્લા તથા એક્સ એઆઈના વડા એલોન મસ્કની ખુલ્લેઆમ ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ કંપનીઓના વડાઓ એઆઈથી થનારા સંભવિત જોખમોને સારી રીતે સમજે છે, પરંતુ તેઓ તેનો સામનો કરવા માટે જરૂરી પ્રાથમિકતા આપવા તૈયાર નથી. હિન્ટને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મને લાગે છે કે ઝુકરબર્ગ, મસ્ક અને સેમ ઓલ્ટમેન જોખમો જાણે છે, પરંતુ તેમને તેની કોઈ પરવા નથી. તેમને ફક્ત પૈસા જોઈએ છે. તેમણે ખાસ કરીને ચીનથી આગળ નીકળવાની હોડમાં વધુ શક્તિશાળી એઆઈ સિસ્ટમ બનાવી રહેલી ઓપન એઆઈ કંપનીમાં સેમ ઓલ્ટમેનની કાર્યપદ્ધતિ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

હિન્ટને સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતે આ ટેકનોલોજીના વિરોધી નથી, કારણ કે એઆઈમાં સમાજને વધુ સારો બનાવવાની અને મોટી કમાણીની તકો ઊભી કરવાની પૂરેપૂરી ક્ષમતા છે. જોકે, તેમની ખરી ચિંતા એ છે કે ભવિષ્યમાં માણસ આટલા શક્તિશાળી એઆઈને પોતાના નિયંત્રણમાં રાખી શકશે કે કેમ? લાંબા ગાળાના અનિશ્ચિત પરિણામોને જોતા તેમણે ત્યાં સુધી કહ્યું કે, કદાચ આ ટેકનોલોજી ક્યારેય વિકસિત ન કરી હોત તો તે માનવજાત માટે વધુ હિતાવહ હોત.અંતમાં હિન્ટને ચેતવણી આપી છે કે આગામી દાયકો એ નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કે સરકારો અને ટેકનોલોજી કંપનીઓ એઆઈના જોખમોને કાબૂમાં રાખીને તેના આર્થિક લાભો મેળવી શકશે, કે પછી આ ટેકનોલોજી સમાજમાં અસમાનતા વધારશે, બેરોજગારીને વેગ આપશે અને મોટા પાયે સામાજિક ઉથલપાથલ સર્જશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર