ગુરુવાર, ઓક્ટોબર 22, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 22, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયબાળકો માટેના દૂધ જેવા ઉત્પાદનો મામલે FSSAI એ પુરાવા માંગ્યા

બાળકો માટેના દૂધ જેવા ઉત્પાદનો મામલે FSSAI એ પુરાવા માંગ્યા

FSSAIએ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર શિશુ દૂધના વિકલ્પોના પ્રચાર સામે વાંધો ઉઠાવ્યો હતો : નેસ્લે કંપનીએ લેક્ટોજન દાવાઓ અંગે જવાબ સોંપ્યો

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : બાળકોના દૂધના ઉત્પાદનો પર કરવામાં આવતા મોટા દાવાઓ અંગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટેલ કે, FSSAI કડક બની છે. નેસ્લે ઈન્ડિયાએ તેના શિશુ પોષણ ઉત્પાદન લેક્ટોજન પ્રો-1ના લેબલિંગ અને દાવાઓને લઈને FSSAI ને પોતાનો વિસ્તૃત જવાબ સુપરત કર્યો છે.મહત્વનું છે કે, FSSAI એ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર શિશુ દૂધના વિકલ્પોના પ્રચાર સામે વાંધો ઉઠાવ્યો હતો.

FSSAI એ નેસ્લે પાસે તે દાવાને સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા માંગ્યા હતા જેમાં કહેવાયું છે કે પ્રોડક્ટમાં રહેલું ‘વ્હે પ્રોટીન’ જે દૂધના પ્રોટીનનો જ એક ભાગ છે – તે સરળતાથી પચી જાય છે. આ દાવો ઉત્પાદનના પેકેજિંગ અને જાહેરાતો પર જોવા મળ્યો હતો. નેસ્લે ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે FSSAI ની તાજેતરની નોટિસમાં 18 સપ્ટેમ્બરના મુદ્દાઓનું જ પુનરાવર્તન કરાયું છે, અને કંપનીએ આ મામલે સત્તામંડળને પોતાનો વિસ્તૃત જવાબ પહેલેથી જ આપી દીધો છે.આ નોટિસ FSSAI ની વ્યાપક ઝુંબેશનો એક ભાગ છે. નિયમનકાર શિશુ પોષણ ઉત્પાદનો વિશે રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી), પાચન અને મગજના વિકાસ જેવા ભ્રામક સ્વાસ્થ્ય દાવાઓ કરતી ફૂડ કંપનીઓ સામે કડક પગલાં લઈ રહ્યું છે.

અગાઉ પણ FSSAI એ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર શિશુ દૂધના વિકલ્પોના પ્રચાર સામે વાંધો ઉઠાવ્યો હતો.FSSAI ના મતે, કેટલીક પ્રમોશનલ સામગ્રી ઇન્ફન્ટ મિલ્ક સબસ્ટિટ્યુટ્સ એક્ટ, 1992 અને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2020’ નું સ્પષ્ટ ઉલ્લંઘન કરતી હોઈ શકે છે. સત્તામંડળે કંપનીઓને નિર્ધારિત સમય-મર્યાદામાં જરૂરી દસ્તાવેજો અને વૈજ્ઞાનિક પુરાવા જમા કરાવવા નિર્દેશ આપ્યો છે, જેના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર