બુધવાર, ઓક્ટોબર 14, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ​ફ્લિપકાર્ટના ડિલિવરી બોયનું કારસ્તાન: રૂ.૧૨.૫૩ લાખના ૯૪ કિંમતી પાર્સલ લઈને રફુચક્કર

રાજકોટમાં ​ફ્લિપકાર્ટના ડિલિવરી બોયનું કારસ્તાન: રૂ.૧૨.૫૩ લાખના ૯૪ કિંમતી પાર્સલ લઈને રફુચક્કર

​મુંજકાગામ શાખામાંથી ૧૦૦ પાર્સલ ડિલિવરી માટે મેળવ્યા બાદ આરોપીએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો

​રાજકોટ: રાજકોટના મુંજકાગામ સ્થિત ફ્લિપકાર્ટ શાખામાં કામ કરતા ડિલિવરી બોય મિહીર વાઘેલાએ ૧૦૦ પાર્સલ મેળવ્યા બાદ રૂ. ૧૨.૫૩ લાખના ૯૪ કિંમતી પાર્સલ સગેવગે કરી કંપની સાથે મોટી વિશ્વાસઘાત આચરી ફરાર થઈ ગયો છે. આ અંગે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

​રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંજકાગામ ખાતે ઓનલાઈન શોપિંગ ક્ષેત્રે કાર્યરત ફ્લિપકાર્ટની શાખામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેપિડ ડ્રોપ નેક્સ્ટ ડિસ્ટ્રીબ્યુટર કંપનીમાં એચ.આર. રિક્રુટર તરીકે ફરજ बजाવતા લલિતભાઈ ઈશ્વરભાઈ પરમારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં જ ડિલિવરી બોય તરીકે નોકરીએ લાગેલા આરોપી મિહીર રમેશભાઈ વાઘેલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​ઘટનાની વિગત મુજબ, ગત ૧૧ ઓક્ટોબરના રોજ બપોરે આરોપી મિહીર વાઘેલા મુંજકાગામ શાખા ખાતેથી ગ્રાહકોને પહોંચાડવા માટે કુલ ૧૦૦ જેટલા પાર્સલ લઈને નીકળ્યો હતો, જેની કુલ બજાર કિંમત ₹૧૨.૫૬ લાખથી વધુ થતી હતી. જો કે, સાંજના સમયે તેનો ઓફિશિયલ મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવતા કંપનીના અધિકારીઓને શંકા ગઈ હતી અને આ અંગે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા.

​ત્યારબાદ કંપનીના ડેઈલી રૂટિન રિપોર્ટની ચકાસણી કરતા માલૂમ પડ્યું કે આરોપીએ ૧૦૦ પાર્સલમાંથી માત્ર ૬ પાર્સલની જ ડિલિવરી કરી હતી. બાકીના રૂ.૧૨,૫૩,૦૨૯ કિંમતના ૯૪ જેટલા કિંમતી પાર્સલ તે કોઈને પણ કહ્યા વિના પોતાની સાથે ચોરી કરીને લઈ ગયો હતો. કંપની દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

​આ ઘટના સંદર્ભે ગાંધીગ્રામ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાવડા ચલાવી રહ્યા છે અને ફરાર આરોપી મિહીર વાઘેલાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર