સોમવાર, ઓગસ્ટ 3, 2026

ઈ-પેપર

સોમવાર, ઓગસ્ટ 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઅસમમાં નિર્ભયા જેવો જઘન્ય કાંડ : 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ બાદ...

અસમમાં નિર્ભયા જેવો જઘન્ય કાંડ : 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા

હૈલાકાંડી જિલ્લામાં ઘરમાં એકલી રહેલી કિશોરીના ચહેરાને કચડી નંખાયો, પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અસમના હૈલાકાંડી જિલ્લામાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. કાટલીચેડા પોલીસ સ્ટેશન વિસ્તારના અલોઈચારામાં 15 વર્ષની એક કિશોરીની અત્યંત બર્બરતાથી હત્યા કરવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે હત્યા પહેલા બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સાથે જ નરાધમોએ ઘરમાં એકલી રહેલી કિશોરીના ચહેરાને કચડી નાખી પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હોવાનું સામે આવ્યું છે.

અસમના હૈલાકાંડી જિલ્લામાં શનિવારે રાત્રે આશરે 11 વાગ્યે પરિવારના સભ્યો નજીકમાં એક સંબંધીના ઘરે જમણવારમાં ગયા હતા. ત્યાં પિતરાઈ ભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં કિશોરી ગુસ્સામાં એકલી ઘરે પરત ફરી હતી. મોડી રાત્રે જ્યારે પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે ઓરડામાં કિશોરીનો મૃતદેહ લોહીલુહાણ અને વિકૃત હાલતમાં જોવા મળ્યો હતો. હુમલાખોરોએ કિશોરીનો ચહેરો અને માથું કોઈ ભારે વસ્તુથી સંપૂર્ણપણે કચડી નાખ્યું હતું. એટલું જ નહીં, ક્રૂરતાની તમામ હદો પાર કરતાં તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દેવાયો હતો.

આ જધન્ય અપરાધિક કૃત્યની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે. રવિવારે સવારે ગુસ્સે ભરાયેલા સેંકડો ગ્રામજનોએ નેશનલ હાઈવે એનએચ-6 જામ કરીને પોલીસ-પ્રશાસન વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને દોષિતોને વહેલી તકે પકડીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અમિતાભ સિન્હાએ જણાવ્યું હતું કે, પરિવારે હત્યા પહેલા યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે, પરંતુ મેડિકલ પુષ્ટિ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. હાલમાં ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર