રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં પારિવારીક ઝગડામાં વૃદ્ધની કરાઈ હત્યા. પત્ની સાથે પારિવારિક ઝગડામાં પતિએ પત્નીના નાનાનું ઢીમ ઢાળી દીધું. મોડી રાત્રે પત્નીના ઘરે આવી છરીના ઘા મારી પ્રવિણભાઇ શાહની હત્યા નિપજાવી જ્યારે પ્રવીણભાઈના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મૂળ વેરાવળનો રહેવાસી વિવેક ગોસ્વામીએ પત્નીના નાનાની ઘરે જઈ કરી હત્યા. છેલ્લા ઘણા સમયથી પતિ – પત્ની વચ્ચે અણબનાવ હોવાનું સામે આવ્યું. પત્નીએ વિવેક સાથે જવાની ના પાડતા અનેક વખત ધાક ધમકી આપતો હતો. અગાઉ પરિવાર દ્વારા યુનિવર્સિટી પોલીસમાં રક્ષણ માટે અરજી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી.
રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં પારિવારીક ઝગડામાં વૃદ્ધની કરાઈ હત્યા


