શુક્રવાર, મે 29, 2026

ઈ-પેપર

શુક્રવાર, મે 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી Moka Cafe સામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી Moka Cafe સામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી સંબંધિત અનેક ખામીઓ સામે આવતા અધિકારીઓએ કેફે સંચાલકોને કડક ફટકાર લગાવી હતી. ખાદ્ય પદાર્થોનું સ્ટોરેજ, રસોડાની સફાઈ અને હાઈજિન જાળવવામાં બેદરકારી દાખવાતી હોવાનું પણ સામે આવ્યું છે. ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકે તેવી સ્થિતિ હોવાને કારણે AMCએ કેફેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિક નાગરિકો અને ગ્રાહકોનું કહેવું છે કે માત્ર સીલ કરવાની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ આવા બેદરકાર રેસ્ટોરન્ટ અને કેફે સંચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. લોકોમાં માંગ ઉઠી રહી છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા મામલે નિયમિત ચેકિંગ વધારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. AMC દ્વારા શહેરના અન્ય ફૂડ આઉટલેટ્સ પર પણ તાત્કાલિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર