મંગળવાર, મે 26, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગીરમાં માલધારી પુનઃવસવાટ મુદ્દે ઉઠ્યો નવો વિવાદ, રાજભા ગઢવીને મંજૂરી મળતા વનવિભાગ...

ગીરમાં માલધારી પુનઃવસવાટ મુદ્દે ઉઠ્યો નવો વિવાદ, રાજભા ગઢવીને મંજૂરી મળતા વનવિભાગ ઘેરાયું

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિભાગમાં માલધારી પુનઃવસવાટને લઈને વિવાદે જોર પકડ્યું છે. જાણીતા સાહિત્યકાર ને ગીર અભ્યારણ વિસ્તારમાં પુનઃવસવાટ માટે મંજૂરી આપવામાં આવતા ગીર સંરક્ષણ સાથે જોડાયેલા લોકોમાં અસંતોષ ફેલાયો છે. ગીર અને એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે કાર્યરત એ આ નિર્ણય સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

આક્ષેપ મુજબ, અગાઉ વનવિભાગે રાજભા ગઢવીના પરિવારજનોની અરજી નામંજૂર કરી હતી. તે સમયે જંગલ વિસ્તારમાં વધતા માલઢોર, ઘાસચારો પરનો દબાણ અને વન્યજીવોના હેબિટેટને નુકસાન થવાની શક્યતા કારણરૂપ દર્શાવવામાં આવી હતી. જોકે હવે 2026માં એ જ પ્રકારની અરજીને મંજૂરી અપાતા નિર્ણય પાછળની પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.

વિરોધીઓએ ધારી ડિવિઝનના DCF ની કામગીરી સામે પણ આક્ષેપો કર્યા છે. ગીર વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટ, ખજુરીનેસ કાર્યક્રમ અને સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ વચ્ચે લેવાયેલા આ નિર્ણયને લઈને પારદર્શિતાની માંગ ઉઠી રહી છે.

સમગ્ર મામલે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા DCF વિકાસ યાદવે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મુદ્દે ગીર સંરક્ષણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર