શનિવાર, મે 23, 2026

ઈ-પેપર

શનિવાર, મે 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં એક જ દિવસમાં મારામારી, આગ અને ગાંજાનો જથ્થો ઝડપાતા ચકચાર

રાજકોટમાં એક જ દિવસમાં મારામારી, આગ અને ગાંજાનો જથ્થો ઝડપાતા ચકચાર

રાજકોટ શહેરમાં એક જ દિવસમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના રેસકોર્સ રીંગ રોડ વિસ્તારમાં નજીવી બાબતે એક રીક્ષા ચાલકે બાઈકસવાર યુવકને જાહેર રસ્તા પર માર માર્યાનો બનાવ સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં રીક્ષા ચાલકોના વધતા ત્રાસ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

બીજી તરફ ભગવતીપરા મેઈન રોડ પરથી બેડી બાયપાસ તરફ આવેલા ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ક્રેપના ઢગલામાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ ઉપરાંત શહેરના રામનાથપરા ગરુડ ગરબી ચોક વિસ્તારમાં પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોને 4.099 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી નશીલા પદાર્થનો જથ્થો કબજે કર્યો હતો. શહેરમાં વધતી ગુનાખોરી અને નશાના કારોબાર વચ્ચે લોકો હવે પોલીસ અને તંત્ર પાસેથી વધુ કડક કાર્યવાહી ની અપેક્ષા રાખી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર