વિદેશ પ્રવાસ પર ટેક્સ લગાવવાની અટકળો વચ્ચે વડાપ્રધાન Narendra Modi એ મોટું નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટમાં સરકાર વિદેશ પ્રવાસ પર ટેક્સ, સેસ અથવા સરચાર્જ લગાવવાની વિચારણા કરી રહી હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ PM મોદીએ આ દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને PM મોદીએ જણાવ્યું કે, “આ સમાચાર સંપૂર્ણ ખોટા છે. તેમાં જરાય સત્ય નથી. વિદેશ પ્રવાસ પર કોઈ પ્રતિબંધ અથવા વધારાનો ટેક્સ લગાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.” સાથે જ તેમણે કહ્યું કે સરકાર લોકો માટે “Ease of Living” અને “Ease of Doing Business” સુધારવા પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વધતા ક્રૂડ ઓઇલના ભાવ વચ્ચે દેશના વિદેશી ચલણ ભંડારને ધ્યાનમાં રાખીને PM મોદીએ થોડા દિવસો પહેલા લોકોને અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવા, ઇંધણ બચાવવા અને સોનાની ખરીદી મર્યાદિત રાખવાની અપીલ કરી હતી. ત્યારબાદ વિદેશ પ્રવાસ પર ટેક્સ લગાવાશે તેવી અટકળો તેજ બની હતી.


