રવિવાર, એપ્રિલ 26, 2026

ઈ-પેપર

રવિવાર, એપ્રિલ 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: 4.08 કરોડ મતદારો આજે કરશે મતદાન

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: 4.08 કરોડ મતદારો આજે કરશે મતદાન

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મહત્વપૂર્ણ મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે. રાજ્યભરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9,263 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અંદાજે 4.08 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કુલ 25,537 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું રાજકીય ભવિષ્ય આજે મતદારો નક્કી કરશે. વિવિધ પક્ષો અને ઉમેદવારો માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા રાજ્યમાં 48,450 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી 14,275 સંવેદનશીલ અને 2,196 અતિ સંવેદનશીલ ગણાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે 2.64 લાખથી વધુ સ્ટાફ અને 92,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર