બુધવાર, એપ્રિલ 1, 2026

ઈ-પેપર

બુધવાર, એપ્રિલ 1, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે મતગણતરી

રાજકોટ : ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે રાજ્યની 15 મહાનગર પાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગર પાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણી જાહેર થયાની તારીખ : 1 એપ્રિલ
જાહેરનામા પ્રસિદ્ધિની તારીખ : 6 એપ્રિલ
ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 11 એપ્રિલ
ફોર્મ ચકાસણીની તારીખ : 13 એપ્રિલ
ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ : 15 એપ્રિલ
મતદાનની તારીખ : 26 એપ્રિલ
પુનઃ મતદાન (જરૂર પડે તો) : 27 એપ્રિલ
મતગણતરીની તારીખ : 28 એપ્રિલ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર