જામનગરની ડિફેન્સ કોલોનીમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો છે. કોલોનીના મકાનમાંથી મહિલાનો મૃતેદહ મળતા તર્ક-વિતર્ક સર્જાયા છે. પરપ્રાંતિય મહિલાના ગળેટુંપો દઈ હત્યા કરાઈ હોવાની આશંકા. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસકર્મીઓ પહોંચ્યા ઘટનાસ્થળે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે આવશે ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે આવશે ગાંધીનગર. કોબાના મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્રની લેશે મુલાકાત. મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્રમાં વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો. વહીવટી તંત્રએ કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી. GMCએ રજાના દિવસે પણ રસ્તાની સાફ-સફાઈ શરૂ કરી. વડાપ્રધાનના આગમનને લઈ પાટનગરવાસીઓમાં ઉત્સાહ.
નવસારી વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ
નવસારી વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. નિવૃત્તિ સન્માન સમારોહની આડમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનો ગંભીર આરોપ. પરપ્રાંતિય પાસ્ટરોથી ભોળી આદિવાસી પ્રજાને લાલચ આપી ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાનો આક્ષેપ કરાયો છે. મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે અને ટોળકી સામે ગ્રામજનોમાં ભારે રોષ. ધરમપુરી અને કેવડી સહિતના ગામમાં વટાળ પ્રવૃત્તિ ચાલતી હોવાની ચર્ચા. કોઈપણ પૂર્વ મંજૂરી વગર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ.


