શુક્રવાર, માર્ચ 20, 2026

ઈ-પેપર

શુક્રવાર, માર્ચ 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ત્રિપલ અસર: પવનથી વીજળી ગુલ, જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામ, વરસાદ વચ્ચે ચેટીચંદ...

રાજકોટમાં ત્રિપલ અસર: પવનથી વીજળી ગુલ, જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામ, વરસાદ વચ્ચે ચેટીચંદ ઉજવણી

રાજકોટ શહેરમાં એકસાથે ત્રણ અલગ ઘટનાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભારે પવનના કારણે શીતલ પાર્ક ચોક નજીક વીજ થાંભલાઓ ધરાશાઈ થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા વીજળી પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડીમોલેશન બાદ TP રોડ પર ફરી ગેરકાયદે બાંધકામ શરૂ થવાનું સામે આવ્યું છે. એકતા કોલોનીમાં સ્થાનિકોએ ફરી બાંધકામ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અગાઉ તંત્ર દ્વારા રોડ ખુલ્લો કરી ડામર રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કામ શરૂ ન થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ વચ્ચે શહેરમાં કમોસમી વરસાદની અસર છતાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ઉજવણી ઉત્સાહભેર ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલે માતાજીની ચોકી યોજાઈ હતી, જેમાં વરસાદ વચ્ચે પણ ભક્તિભાવ યથાવત રહ્યો હતો. જોકે વરસાદને કારણે મંડપ અને લાઈટના પોલને નુકસાન થયું હતું, છતાં આજે મહાપ્રસાદનું આયોજન રાબેતા મુજબ જ કરવામાં આવી રહ્યું છે અને સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર