શુક્રવાર, માર્ચ 20, 2026

ઈ-પેપર

શુક્રવાર, માર્ચ 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો વીડિયો વાયરલ, ધારાસભ્ય કાર્યાલય વિવાદમાં

રાજકોટમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો વીડિયો વાયરલ, ધારાસભ્ય કાર્યાલય વિવાદમાં

રાજકોટ શહેરમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો એક વીડિયો વાયરલ થતા શહેરમાં રોષનો માહોલ સર્જાયો છે. દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલય બહાર ફાટેલો રાષ્ટ્રધ્વજ યથાવત જોવા મળતા લોકોમાં નારાજગી ફાટી નીકળી છે. રાષ્ટ્રધ્વજ ખંડિત હાલતમાં હોવા છતાં સમયસર બદલવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે.
આ ઘટનાને લઈને લોકોમાં ચર્ચા જાગી છે કે આ કાર્યકરોની બેદરકારી છે કે પછી અજાણતા થયેલી ભૂલ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે અને લોકો રાષ્ટ્રધ્વજના માન-સન્માન મુદ્દે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના હવે શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે અને રાજકીય માહોલમાં પણ ગરમાવો આવી ગયો છે. હવે જોવું રહ્યું કે આ મામલે જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર