જાપાનના સુકાયુ પ્રાંત અને સાપ્પોરામાં અત્યાર સુધીની સૌથી ભારે હિમવર્ષા જોવા મળી છે. 15 ફૂટ સુધી બરફ ખાબકતા સ્થાનિક જનજીવન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. બરફના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘરો પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે લોકો બહાર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જાપાનના સમુદ્ર કાંઠાના વિસ્તારો બર્ફિલા તોફાનની અસર હેઠળ છે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે બરફવર્ષાનું એલર્ટ જાહેર છે.
PM મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથ પર પહોંચી ગયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચીને, પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ આપી.
u


