પાવાગઢમાં આજે ભયાનક ઘટના બની હતી. ડુંગર પર માલસામાન ચડાવતો ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.


