PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો, 5447 કરોડના કાર્યોનું શિલાન્યાસ-લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી માદરેવતન ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સોમવારે તેઓ દિલ્હીથી અમદાવાદ ખાતે આવી પહોચશે. ત્યાર બાદ એરપોર્ટથી નિકોલ સભાસ્થળ સુધીના વિસ્તારમાં રોડ શો યોજાશે. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં રૂપિયા 5477 કરોડના અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
ગુજરાતના 225 પૈકી 81 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આજે સવારે 6 વાગે પુરા થતા વિતેલા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 225 તાલુકામાં પડેલા વરસાદ પૈકી 81 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.