શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં વધુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમા કમરુ ઉર્ફે જન્નત મીર નામની ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરે આ પગલું ભર્યું હતું.

મળતી માહિતી મુજબ, કુખ્યાત લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી જન્નત મીરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે ત્રણ મહિના સુધી પ્રેમ સંબંધ રહ્યા બાદ ઇમ્તિયાઝ દારૂના નશામાં ઘરે આવી અવારનવાર ધમકી આપતો હતો. તેણે તોફાની રાધાની જેમ મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું પણ જણાવ્યું છે.

ગૌરતલબ છે કે આ પહેલા રાખી ધામેચા ઉર્ફે ‘તોફાની રાધા’ના આપઘાત કેસમાં પણ ઇમ્તિયાઝ રાઉમાનું નામ સામે આવ્યું હતું. હાલ પ્રદ્યુમન નગર પોલીસે ઇમ્તિયાઝ રાઉમા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર