મોરબી: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે તેમના પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ સમર્થકોના આશરે 100 વાહનોના કાફલા સાથે ગાંધીનગર માટે રવાના થયા છે.આ નિર્ણય મોરબીમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલના પગલે લેવામાં આવ્યો છે. કાંતિભાઈએ જણાવ્યું હતું કે, “જો ગોપાલ ઈટાલિયા મોરબીથી ચૂંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપે છે, તો હું પણ રાજીનામું આપવા તૈયાર છું.”તેમણે આમ આદમી પાર્ટીની વિગતવાર ટીકા કરતા કહ્યું કે, “વિસાવદર પેટા ચૂંટણીમાં AAP નેતાઓએ તંત્રને ઊશ્કેરવાનો અને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીમાં પણ આવા ધમકીઓના સમાચાર મળતાં રાજકીય તાપમાન વધ્યું છે.”હવે સમગ્ર ધ્યાન એ તરફ છે કે શું ગોપાલ ઈટાલિયા પણ મોરબીથી ચુંટણી લડવા માટે પોતાનું રાજીનામું આપે છે કે કેમ.
મોરબીમાંથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયારાજીનામુ આપી શકે છે, ગાંધીનગર તરફ રવાના
