મંગળવાર, જૂન 24, 2025

ઈ-પેપર

મંગળવાર, જૂન 24, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઈરાને છેલ્લી ઘડી સુધી હાર ન માની, આ 2 ફોન કોલ્સથી ઈઝરાયલ...

ઈરાને છેલ્લી ઘડી સુધી હાર ન માની, આ 2 ફોન કોલ્સથી ઈઝરાયલ સાથે યુદ્ધ બંધ થયું

એક્સિઓસના મતે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂતે ઈરાનને સમાધાન માટે બોલાવ્યો, ત્યારે ઈરાને તેની શરતો રજૂ કરી. ઈરાને કહ્યું કે જો ઈઝરાયલ હુમલો બંધ કરે તો જ વાટાઘાટો થઈ શકે છે. કતારની ભલામણ પર અમેરિકાએ યુદ્ધવિરામ શરૂ કર્યો હતો.

કતારની ભલામણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે. ન્યૂઝવીક મેગેઝિન દ્વારા અમેરિકી રાજદ્વારી સૂત્રોને ટાંકીને આ ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને કતાર પર મિસાઈલ છોડતાની સાથે જ કતારના અમીર અને વડાપ્રધાન અમેરિકા તરફ જોવા લાગ્યા.

અહેવાલ મુજબ, યુદ્ધવિરામની જાહેરાત ન થાય ત્યાં સુધી કતારના અમીર અને વડા પ્રધાન સક્રિય રહ્યા. બંનેએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

એક્સિઓસે વ્હાઇટ હાઉસના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વિટકોફે ઈરાનના વિદેશ મંત્રીને ફોન કરતાની સાથે જ વિદેશ મંત્રીએ એક શરત મૂકી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે જો ઇઝરાયલ હુમલો બંધ કરે તો જ આ સોદો ઉકેલાઈ શકે છે.અરાઘચીના મતે, ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યું હતું. હુમલો રોકવાનું તેનું કામ છે. જો ઇઝરાયલ હુમલો બંધ કરશે, તો અમે પણ હુમલો નહીં કરીએ. ફોન પર, વિટકોફે ઇરાનને ખાતરી આપી કે આગામી 24 કલાક પછી ઇઝરાયલ હુમલો નહીં કરે.ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કર્યા પછી, વિટકોફે વ્હાઇટ હાઉસને પોતાનો સંદેશ મોકલ્યો. આ પછી, યુએસ રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની જાહેરાત કરી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર