70 લાખની ખંડણી વસુલવા બેલડીએ હવાલો લઈ વેપારીની કારને આંતરી હુમલો કરેલ
(આઝાદ સંદેશ), રાજકોટ : તા.17/10/24ના રોજ રજપુતપરામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઇ વીરજીભાઈ પાનસુરીયા પોતાની કાર લઈ જમવા જતાં હતા ત્યારે આરોપી પ્રફૂલગીરી ગોસ્વામીએ રૂપિયા 71 લાખ કઢાવવા હવાલો આપેલ હોવાથી આરોપીઓ દિનેશભાઇ મુછડી અને રમેશભાઈ બોરીચા ફરિયાદીની કાર પાસે આવી ડ્રાઇવિંગ સીટ પાસેના કાચમાં લોખંડનો પાઇપ મારી કાચ તોડી નાખેલ અને ફરિયાદીને કહેલ કે નીચે ઉતર તે દરમ્યાન દિનેશ મુછડીએ ફરિયાદીની કારના આગળના કાચમાં પાઇપ મારી તોડી નાખેલ બાદ ફરિયાદી કારમાથી નીચે ઉતરતા જ દિનેશ મુછડીએ પોતાના હાથમાં રહેલ છરી વડે ફરિયાદી ઉપર જીવલેણ ઘા મારેલ જેથી ફરિયાદીને લોહી નીકળવા લાગેલ જેથી ફરિયાદી ત્યાથી ભગવા જતાં રમેશભાઈ બોરીચાએ તેના હાથમાં રહેલ લોખંડના પાઈપથી ફરિયાદીને ડાબા હાથમાં મારવા લાગેલ જેથી ફરિયાદી બચવા માટે ત્યાં આવેલ એક દુકાનમાં જતાં રહેલ જેના સી.સી.ટી.વી ફુટેજ પણ પોલીસે કબ્જે કરેલ અને દુકાન માલિકે પણ પોલીસને આરોપીઓ વિરુદ્ધ નિવેદન આપેલ જેથી આરોપી દિનેશ મુછડી અને રમેશ બોરીચા ત્યાં દુકાનમાં ફરિયાદીની પાછળ ગયેલ અને દિનેશ મુછડી પાઇપ વડે ફરિયાદીને આડેઘડ મારવા લાગેલ અને ફરિયાદીને કહેલ કે પૈસા આપી દે નકર તને જાનથી મારી નાખશુ તેવું કહી આરોપી દિનેશ મુછડી ત્યાથી ભાગી ગયેલ બાદમાં ફરિયાદી કાળુભાઇ વીરજીભાઈ પાનસુરીયા 108 મારફત સરકારી હોસ્પિટલ ગયેલ ત્યાં સારવાર લીઘેલ અને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ હતી.
બાદ બન્ને આરોપીઓ દિનેશ મુછડી તથા રમેશ બોરીચા(સબાડ)ની એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરેલ હતા. જેલ હવાલે રહેલ આરોપી દિનેશ મૂછડીએ પોતાના વકીલ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. સદરહું જામીન અરજી ચાલી જતાં આરોપીપક્ષ ની રજુઆતો અને તેની વિરુદ્ધ જામીન નામંજૂર કરવા અંગેનું પોલીસનું સોગંદનામુ, મૂળ ફરીયાદી તરફે લેખિત વાંધાઓ તથા સરકાર તરફેની દલીલો તથા આરોપી તરફે રજૂ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ તેમજ કેસના સંજોગોને ધ્યાને લઈ રાજકોટ ના એડી. સેશન્સ જજ દ્વારા આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી. દિનેશ મૂછડી વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ સહિતના 12 ગુન્હાઓ નોંધાયેલ.
આ કામમાં આરોપી દિનેશભાઇ મૂછડી વતી રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, રાજેશભાઈ બી. ચાવડા, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહીમભાઈ હેરંજા, સોનાબેન પટેલ તથા મન ડોડીયા રોકાયેલ હતા.