મંગળવાર, ફેબ્રુવારી 4, 2025

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરના ધ્રાંગડા ગામમાં રહેતા દલીત વૃદ્ધ દંપતી અને તેના પુત્રને હડધૂત કરી...

જામનગરના ધ્રાંગડા ગામમાં રહેતા દલીત વૃદ્ધ દંપતી અને તેના પુત્રને હડધૂત કરી 4 શખસોનો હુમલો

(આઝાદ સંદેશ), જામનગર : જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા અને રેતીની લીઝ ધરાવતા એક બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની અને પુત્ર ઉપર હુમલો કરી દઈ ઇજા પહોંચાડવા અંગે ધ્રાંગડા ગામના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તમારી લીઝની જમીનમાં અમારી પાંચ ગાડી ચલાવવા દેવી પડશે, અને જો તે ગાડી ચલાવવા નહીં આપો તો અમોને પૈસા આપવા પડશે, તેમ કહી ધાકધમકી આપ્યાની અને દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવામાટે હડધૂત કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જયારે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા કરસનભાઈ દેવશીભાઈ મકવાણા નામના 82 વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર નરેશ અને પત્ની રૂડીબેન પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એઝાઝ સુમાર સફિયા, ઈકબાલ સુમાર સફિયા, યાકુબ સુમાર સફિયા અને રાજેશ નાનજી દેવીપુજક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડી.વાય.એસ.પી. એ હુમલા તેમજ એસ્ટ્રોસીટી એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની લીઝની જમીનમાં ઉપરોક્ત આરોપીઓ ઘૂસી ગયા હતા, અને ખંભા વગેરે કાઢી નાખ્યા હતા. જે અંગે તેઓને રોકવા જતાં ચારેય આરોપીઓએ તમારી લીઝની જમીનમાં અમારી પાંચ ગાડી ચલાવવા દેવી પડશે, અને જો ગાડી ચલાવવા નહીં આપો તો અમને પૈસા આપવા પડશે. જેની ના પાડતાં ચારેય આરોપીઓ ઉશ્કેરાયા હતા અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.આ ઉપરાંત સામા પક્ષે યાકુબ સુમારભાઈ જખરાએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર હુમલો કરવા અંગે રમેશભાઈ કરસનભાઈ મકવાણા તેમજ નરસિંભાઈ કરસનભાઈ મકવાણા અને અતુલ રમેશભાઈ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.જેઓ લીઝમાં રેતી કાઢતા હોવાથી પોતાનો ભાઈ રજાક વિડીયો ઉતારી રહ્યો હોવાથી તમામ આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર