સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આ સિવાય વકફ સુધારા બિલ પર ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતાવાળી સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી) રિપોર્ટ અને તેનાથી સંબંધિત પુરાવા રજૂ કરશે. સંસદને લગતી નવીનતમ અપડેટ્સ વાંચવા માટે પૃષ્ઠને રિફ્રેશ કરતા રહો.
ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે સંસદમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર 18 ટકા જીએસટી લેવામાં આવી રહ્યો છે. જેના કારણે ખાણી-પીણીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જો આ જીએસટીને હટાવશો તો આ કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. તેના પર નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે જીએસટી કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે, જેમાં બંગાળના સીએમ પણ રહે છે.
લોકસભા અધ્યક્ષે આ પહેલા ચેતવણી આપી હતી કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ વિષય ઉઠાવવામાં નહીં આવે. સ્પીકરે સૂત્રોચ્ચાર કરતા સાંસદોને કહ્યું હતું કે જનતાએ તમને સૂત્રોચ્ચાર માટે ચૂંટ્યા નથી. તેમણે સત્રને શાંતિપૂર્ણ રીતે ચલાવવાની અપીલ કરી હતી.
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડ પર ચર્ચાની માંગ છે. આ દરમિયાન સાંસદો હંગામો કરી રહ્યા છે. સાથે જ ઓમ બિરલા સાંસદોને મનાવવામાં લાગેલા છે. આ પછી પણ હંગામો શાંત નથી થઈ રહ્યો.