અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે એશિયાના મોટા શેર બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.
બજેટ બાદ સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે એશિયાના મોટા શેર બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 700 અંકથી વધુ ઘટીને 76,827.95 પર બંધ થયો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી 207.90 પોઇન્ટના ઘટાડા સાથે 23,274.25 પોઇન્ટ પર બંધ રહ્યો છે.
બજાર ખુલતાની સાથે જ ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો. શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં હજુ પણ ઘટાડો થઈ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં મોટી કંપનીઓના શેરમાં દબાણ જોવા મળ્યું અને બેન્કિંગ, આઈટી અને ઑટો સેક્ટરમાં ઘટાડો જોવાને મળી રહ્યો છે.
શેરબજારની સ્થિતિ
મુંબઈ શેરબજારનો ૩૦ શેરનો સેંસેક્સ બજેટના દિવસે ૭૭,૫૦૫.૯૬ના બંધથી ૭૭,૦૬૩.૯૪ની સપાટીએ શરૂ થયો હતો અને ટ્રેડિંગની માત્ર થોડી જ મિનિટોમાં ૭૦૦ પોઈન્ટ તૂટી ગયો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી તેના અગાઉના 23,482.15ના બંધની સરખામણીએ 23,319 પર ખુલ્યો હતો.
રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું
બજારમાં ઘટાડાને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ અગાઉના ટ્રેડિંગ સેશનમાં 4.24 લાખ કરોડ રૂપિયાથી ઘટીને લગભગ 4.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેના કારણે રોકાણકારોને 5 મિનિટની અંદર લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વૈશ્વિક બજારની સ્થિતિ
એક તરફ બજેટની જાહેરાત બાદ શેરબજારમાં તેજી આવવાની ધારણા હતી ત્યારે બીજી તરફ રિઝર્વ બેન્ક અને વૈશ્વિક બજારની એમપીસીની બેઠકે બજારનો મિજાજ ગૂંચવાયો છે. અમેરિકાએ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યા બાદ દુનિયાભરના બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકી બજારના ડાઉ ફ્યુચર્સ 550 અંકના ઘટાડા સાથે બંધ થયા છે, જ્યારે ડાઓ જોંસ 337 અંકના ઘટાડાની સાથે બંધ થયા છે, એસએન્ડપી 500 પણ 30.64 અંક ઘટીને બંધ થયા છે. આ સિવાય નાસ્ડેક પણ 54 અંક ઘટીને બંધ થયા છે.