રશિયાએ કેન્સર જેવી ગંભીર બીમારી અંગે મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની રસી વિકસાવી છે. તમામ દર્દીઓને આ રસી મફતમાં મળશે. વેક્સિનનું નામ હજુ સુધી સામે આવ્યું નથી.
રશિયાએ કેન્સર જેવી ગંભીર બીમારી અંગે મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની રસી વિકસાવી છે. તમામ દર્દીઓને આ રસી મફતમાં મળશે. રશિયાનો દાવો છે કે આ રસી ગાંઠોને વધતા અટકાવી શકે છે. આજે આખું વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાનો આ દાવો સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ કેન્સર સામેની રસી છે, જે 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. રશિયાના કેન્સરના દર્દીઓને મફતમાં રસી આપવામાં આવશે. રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર આંદ્રે કપ્રિને આ રસી વિશે માહિતી આપી હતી. જો કે હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ વેક્સીન કયા કેન્સર માટે વિકસિત કરવામાં આવી છે અને કેટલી કારગર છે.
વેક્સિનનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. ખરેખર, બાકીના વિશ્વની જેમ, રશિયામાં પણ કેન્સરની બીમારી વધી રહી છે. વર્ષ 2022માં 635,000થી વધુ કેસ નોંધાયા છે. આંતરડા, સ્તન અને ફેફસાના કેન્સરને દેશમાં આ રોગના સૌથી સામાન્ય સ્વરૂપો માનવામાં આવે છે. આ રસી વિશે જણાવવામાં આવ્યું છે કે આ રસીથી ગાંઠ વધવાની ગતિ તો ઓછી થશે જ, સાથે સાથે તેનું કદ પણ ઘટશે.