ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયIRCTCની વેબસાઈટ બંધ, ટિકિટનું બુકિંગ બંધ,આ છે મોટું કારણ

IRCTCની વેબસાઈટ બંધ, ટિકિટનું બુકિંગ બંધ,આ છે મોટું કારણ

આઈઆરસીટીસીની વેબસાઈટ ડાઉન થયાને એક કલાકથી વધુ સમય થઈ ગયો છે. આ કારણે રેલવે ટિકિટનું બુકિંગ થતું નથી. આ કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વેબસાઇટ પર લખ્યું છે કે એક કલાક સુધી સમસ્યાનો સામનો કરવો પડશે, પછી વેબસાઇટ કામ કરવાનું શરૂ કરશે.

આઈઆરસીટીસીની વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે. આ કારણે રેલવે ટિકિટનું બુકિંગ થતું નથી. આ કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, આઈઆરસીટીસીની સાઈટ ઈન્સ્ટન્ટ ટિકિટ બુકિંગ સમયે અટકી ગઈ હતી. IRCTCએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, સાઇટ પર મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, તેથી આગામી 1 કલાક સુધી કોઇ બુકિંગ નહીં થાય. આઈઆરસીટીસીએ વેબસાઈટ સેવા શરૂ કરવા માટે એક કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ હવે એક કલાકથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં લોકો ટિકિટ બુક કરાવી શકતા નથી.

આઈઆરસીટીસીની સેવા બંધ થયા બાદ તત્કાલ ટિકિટ કાપનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો આઈઆરસીટીસીને ટેગ કરીને અનેક પ્રકારના સવાલ પૂછી રહ્યા છે.

IRCTC

એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે આઈઆરસીટીસીની વેબસાઇટ મેન્ટેનન્સ

એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે આઈઆરસીટીસીની વેબસાઇટ મેન્ટેનન્સનું કામ 11 વાગ્યા પછી કરવામાં આવે છે પરંતુ આજે તે પહેલા તે વહેલું કરવામાં આવ્યું હતું. લોકો સાયબર એટેકની વાત કરી રહ્યા છે. કારણ કે એસી તત્કાલ માટે સવારે 10 વાગ્યાથી ટિકિટ બુક કરવામાં આવે છે જ્યારે નોન એસી બુકિંગ સવારે 11 વાગ્યાથી કરવામાં આવે છે. આઈઆરસીટીસીની સર્વિસ ડાઉન થવાના કારણે બંને પર બુકિંગ નથી થઈ રહ્યું. મુસાફરો પરેશાન છે. તેઓ એક્સ પર પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે.

લોકો સોશિયલ મીડિયા પર સવાલ પૂછી રહ્યા છે

સંબંધિત સમાચાર

તાજા સમાચાર