બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સNew Year 2025 India Schedule: નવા વર્ષ પર ટીમ ઇન્ડિયાની પહેલી મેચ...

New Year 2025 India Schedule: નવા વર્ષ પર ટીમ ઇન્ડિયાની પહેલી મેચ કોની સાથે હશે? આ રહ્યું શેડ્યૂલ

New Year 2025 India Schedule: નવા વર્ષના અવસર પર ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ રમશે. નવા વર્ષે તેની પ્રથમ વન-ડે અને ટી-20 મેચ ઈંગ્લેન્ડ સામે થશે.

ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાને શ્રેણીની બીજી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડયો. હવે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે. નવા વર્ષના અવસર પર ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં જ રહેશે. નવા વર્ષ પર તેની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા તરફથી થશે. પરંતુ 2025ની પ્રથમ વન ડે અને પ્રથમ ટી-20 ઈંગ્લેન્ડ સામે હશે. ટીમ ઈન્ડિયા 2024ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમશે.

Read: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો, સોનાના ભાવમાં 1250 રૂપિયાનો વધારો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 26મી ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર દરમિયાન મેલબોર્નમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ પછી નવું વર્ષ શરૂ થશે. ટીમ ઈન્ડિયા તારીખ 3 જાન્યુઆરીથી સીડનીમાં શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમશે. તેના માટે 2025ની આ પહેલી મેચ હશે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારત પ્રવાસે

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતની મુલાકાતે આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. શ્રેણીની છેલ્લી ટી -૨૦ આઈ ૨ ફેબ્રુઆરીએ મુંબઇમાં રમાશે. આ પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન ડેની શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં યોજાશે. છેલ્લી વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

ભારતનો નવા વર્ષની ટેસ્ટનો કાર્યક્રમ

  • India vs Australia – 5મી ટેસ્ટ – સિડની
    (ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 30 ડિસેમ્બરે સમાપ્ત થશે

નવા વર્ષે ટીમ ઈન્ડિયાનો ટી-20નો કાર્યક્રમ

  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – પ્રથમ ટી-20 – 22 જાન્યુઆરી
  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – બીજી ટી-20 – 25 જાન્યુઆરી
  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – ત્રીજી ટી-20 – 28 જાન્યુઆરી
  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – ચોથી ટી-20 – 31 જાન્યુઆરી
  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – પાંચમી ટી-20 – 02 ફેબ્રુઆરી

નવા વર્ષે ટીમ ઈન્ડિયાનો વન-ડે કાર્યક્રમ

  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – પ્રથમ વન-ડે – 06 ફેબ્રુઆરી
  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – બીજી વન-ડે – 09 ફેબ્રુઆરી
  • ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – ત્રીજી વન-ડે – 12 ફેબ્રુઆરી

સંબંધિત સમાચાર

તાજા સમાચાર