શનિવાર, ફેબ્રુવારી 14, 2026

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છભરૂચઃ અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી

ભરૂચઃ અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી

ભરૂચ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં Ankleshwar GIDC વિસ્તારની સિદ્ધ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના ભાડાના મકાનમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવાતી ફેક્ટરી ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ મકાનના બાથરૂમમાં જ લેબોરેટરી તૈયાર કરી MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ વ્યક્તિ એક ફાર્મા કંપનીમાં કામ કરતો કેમિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન આશરે 70 ગ્રામ જેટલું MD ડ્રગ્સ તથા મોટા પ્રમાણમાં રો મટીરિયલ કબ્જે કર્યું છે. સમગ્ર મામલે ભરૂચ SOGની ટીમે વધુ તપાસ હાથ ધરી આરોપીઓના નેટવર્ક સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.

તેલંગાણામાં એક લેબમાં જોરદાર વિસ્ફોટ, આગ લાગી

શુક્રવારે તેલંગાણા જિલ્લાના દોથીગુડેમ વિસ્તારમાં આવેલી rundavan Laboratories Pvt Ltd માં રેડિયેટર ફાટવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડની દસ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી લગભગ સવારે 10:30 વાગ્યે ડિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પર ઉતરશે, જ્યાં તેઓ ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન નિહાળશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી લગભગ બપોરે 1:00 વાગ્યે બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા પુલની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ બપોરે 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગુવાહાટીના લચિત ઘાટ ખાતે ₹5,450 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર