શનિવાર, એપ્રિલ 18, 2026

ઈ-પેપર

શનિવાર, એપ્રિલ 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં વૃદ્ધ પર સરેઆમ છરીથી જીવલેણ હુમલો, મોરબી રોડ સેટેલાઈટ ચોકમાં ચકચાર

રાજકોટમાં વૃદ્ધ પર સરેઆમ છરીથી જીવલેણ હુમલો, મોરબી રોડ સેટેલાઈટ ચોકમાં ચકચાર

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર આવેલ સેટેલાઈટ ચોક વિસ્તારમાં એક વૃદ્ધ પર અસામાજિક તત્વોએ સરેઆમ છરીથી જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, વૃદ્ધ વ્યક્તિ પોતાના કામસર વિસ્તારમાં હાજર હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો અને છરીના ઘા ઝીંક્યા. ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો, જ્યારે હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સમગ્ર બનાવ બાદ શહેરના B-ડિવિઝન પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે, કારણ કે દિવસદાઢે થયેલા આ પ્રકારના હુમલાથી પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને પોલીસનો ખોફ ઓગળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસે હાલ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને દોષિતોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસે કેટલી ઝડપથી આરોપીઓને પકડીને કાયદાનો કડક અમલ કરે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર