મુંબઇ : પ્રિયંકા ચોપરાએ ઓસ્ટ્રેલિયામાં પોતાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રિયંકા ચોપરા તેમની દીકરી માલતી મેરીને પણ શૂટિંગમાં સાથે લઈ ગઈ છે. પ્રિયંકા ચોપરાઅ સોશિયલ મીડિયા પર ધ બ્લફના સેટ પરન તસવીરો શેર કરી હતી. તેણે ફિલ્મનું ક્લેપબોર્ડ પણ શેર કર્યું હતું. પ્રિયંકાએ દિગ્દર્શક ફ્રેંક ઇ. ફ્લાવર્સ અને સિનેમેટોગ્રાફર ગ્રેર બાલ્દીની પણ તસવીર શેર કરી છે.
માલતી પોતાની રીતે મેક અપ પર હાથ અજમાવતી હોય કે ડ્રોઈંગ કરતી હોય તેવી તસવીરો ચાહકોને પસંદ આવી છે. ફ્રેન્ક ઈ. ફલાવર્સ દ્વારા દિગ્દર્શિત ‘ધી બ્લફ’માં પ્રિયંકા એક એવી યુવતીની ભૂમિકા ભજવી રહી છે જે ભૂતકાળમાં ચાંચિયા તરીકે કામ કરતી હતી. આ ફિલ્મની વાર્તાનું બેકગ્રાઉન્ડ ૧૯મી સદીનું છે. આ ફિલ્મને એક એડવેન્ચરસ થ્રીલર તરીકે વર્ણવવામાં આવી રહી છે. પ્રિયંકાનો ભૂતકાળ છતો થયા બાદ તેણે કેવા પડકારોનો સામનો કરવો પડે છે તેના પર આખી ફિલ્મ છે.