ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયજાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર- Live Azad Sandesh

જાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર- Live Azad Sandesh

ડોપ ટેસ્ટિંગ કેસમાં બજરંગ પુનિયાને જામીન આપવાનો કોર્ટે ઇનકાર કર્યો

ડોપ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કથિત ઈનકાર કરવા બદલ કુસ્તીબાજ અને કોંગ્રેસના નેતા બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) દ્વારા સસ્પેન્ડ કરવાને પડકારતી અરજીને હાલ દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. જો કે દિલ્હી હાઈકોર્ટે બજરંગ પુનિયાની અરજી પર નાડાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે આગામી ઓક્ટોબરમાં સુનાવણી કરશે.

આબોહવા પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી … ગ્રીન હાઈડ્રોજન કોન્ફરન્સમાં બોલ્યા પીએમ મોદી

ગ્રીન હાઈડ્રોજન પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “વિશ્વ એક મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. એક મોટી અનુભૂતિ છે કે આબોહવા પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી, આબોહવા પરિવર્તનની અસર અહીં અને અત્યારે અનુભવાઈ રહી છે.”

આંધ્ર પ્રદેશ: પૂર્વ ગોદાવરીમાં કાર નહેરમાં પડતાં 7નાં મોત, 10 ઘાયલ

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં દેવરાપલ્લીની હદમાં એક નહેરમાં તેમની કાર પડી જતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. ડ્રાઈવર એક ખાડાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી ઉતરીને કેનાલમાં પડી ગઈ હતી. કારમાં સવાર તમામ સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સીએમ ચંદ્રબાબુ નાયડુએ માર્ગ અકસ્માત અંગે ઊંડો આઘાત અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે સરકાર પીડિતોના પરિવારોની સાથે ઉભા રહેશે અને તેમને જરૂરી સહાય પૂરી પાડશે.

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાન બોર્ડર પર ફાયરિંગમાં બીએસએફનો જવાન ઘાયલ

સરહદ પાર પાકિસ્તાન તરફથી બિનઉશ્કેરણીજનક ગોળીબારની ઘટના જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારમાં બની હતી, જેના પગલે બીએસએફે જડબાતોડ જવાબી કાર્યવાહી કરી હતી. પાક.ના ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ; સૈનિકો હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર