સોમવાર, ઓક્ટોબર 19, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશાપરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી મામલે બે ભાગીદારો સામે ગુનો નોંધાયો

શાપરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી મામલે બે ભાગીદારો સામે ગુનો નોંધાયો

રાજકોટ : રાજકોટ નજીકના શાપર વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી બે મહિના પહેલાં રૂરલ એલસીબી ટીમે કબ્જે કરેલા જંતુનાશક દવાના જથ્થાનો લેબ રિપોર્ટ આવી જતાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એફએસએલ અને લેબોરેટરી તપાસમાં સેમ્પલો ફેલ સાબિત થતાં શાપર પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના બે ભાગીદારો સામે ગુનો દાખલ કરી કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

​મળેલી માહિતી અનુસાર, શાપર મુકામે આવેલી ‘તીર્થ બાયોટેક ઈન્ડસ્ટ્રીઝ’ નામના કારખાનામાં ખોટા નામો અને કંપનીઓના લેબલ લગાવીને હલકી ગુણવત્તાવાળી નકલી જંતુનાશક દવાઓનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે ગત ૧૭ ઓગસ્ટના રોજ રૂરલ એલસીબીની ટીમે આ સ્થળે દરોડો પાડી નકલી જંતુનાશક દવા બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.

​દરોડા દરમ્યાન પોલીસે ઘટનાસ્થળેથી ડુપ્લીકેટ જંતુનાશક દવાની ૯૦૪ બોટલો, અલગ-અલગ કંપનીઓના સ્ટીકરો તેમજ લુઝ કેમિકલનો મોટો જથ્થો મળી કુલ રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પરથી લેવામાં આવેલા નમૂનાઓને યોગ્ય ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી આવેલી રિપોર્ટમાં કુલ ૧૬ જેટલા સેમ્પલો ફેલ સાબિત થયા હતા.

​લેબ રિપોર્ટના આધારે શાપર પોલીસે આકાર હાઈટ્સ, વાવડી ખાતે રહેતા કારખાનાના બે સંચાલક-ભાગીદારો જીતેશ મનસુખ વઘાસીયા અને અશ્વિન લાલજીભાઈ સાવલીયા સામે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો તેમજ જંતુનાશક દવા અધિનિયમ-૧૯૬૮ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર