બુધવાર, જુલાઇ 29, 2026

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયલોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટિ પેપર લીક બિલ પાસ, કાર્યવાહી આવતીકાલ સુધી...

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટિ પેપર લીક બિલ પાસ, કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

નવી દિલ્હી : સંસદમાં ‘એન્ટી પેપર લીક બિલ’ પર સતત બીજા દિવસે ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોના આકરા વિરોધ, સૂત્રોચ્ચાર અને ભારે હંગામા બાદ આખરે લોકસભામાં આ બિલ પસાર કરી દેવાયું છે. દિવસભર ચાલેલા ઘર્ષણ, બપોરે 12:00, 2:30 અને 3:00 વાગ્યા સુધી ગૃહોની કામગીરી મુલતવી રહ્યા બાદ સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક, એનટીએની ભૂમિકા અને વિદ્યાર્થીઓ પરના બળપ્રયોગ મુદ્દે સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. સામે પક્ષે સત્તાપક્ષના મંત્રીઓએ રાહુલ ગાંધીના નિવેદનોને અસંસદીય અને બેજવાબદાર ગણાવી તેમની પાસે માફીની માંગ કરી હતી.

ચર્ચાની શરૂઆતમાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે. ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’ વિદ્યાર્થીઓના આક્રોશને વ્યાજબી ઠેરવતા તેમણે ઉમેર્યું હતું કે, ‘દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર