માલધારી ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમી ઝડપાયા : આજીડેમ પોલીસના સ્ટાફે રૂ.ર૦ હજારની રોકડ કબ્જે કરી
રાજકોટ : રાજકોટ શહેરમાં માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ નજીક આંબેડકરનગર પાસેથી એકટીવામાં દારૂ લઇને નિકળેલા શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય બે દરોડામાં રેલવે અને બી ડીવીઝન પોલીસે દારૂની એક બોટલ સાથે બેને પકડી કાર્યવાહી કરી હતી. જ્યારે કે, શહેરના માલધારી ફાટકથી કોઠારીયા સોલવન્ટ તરફ જતા રસ્તે ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આજીડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીને ઝડપી લઇ રૂા. ર૦ હજારની રોકડ કબ્જે કરી હતી.
માલવીયાનગરનાં એએસઆઇ કે. બી. શેખલીયા હેડ કોન્સ. કૃણાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે ગોંડલ રોડ નજીક આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર પાસેથી એકટીવામાં દારૂ લઇને નિકળેલા ધવલ જયંતીભાઇ મકવાણા (ઉ.વ. ર૬, રહે. આંબેડકરનગર) ને પકડી લઇ રૂા. ૮૬૪૦ની કિંમતનાં ૪૮ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો.
બીજા દરોડામાં રેલવે પોલીસનાં હેડ કોન્સ. મેહુલભાઇ ચુડાસમા, કોન્સ. દિવ્યરાજસિંહ કિશોરસિંહ સહિતના સ્ટાફે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ૧ પર જામનગર તરફના છેડેથી સંદીપ રામભરોસે કઠેરીયા (ઉ.વ. ૩પ, રહે. લાલપરી મફતીયાપરા)ને દારૂની બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસનાં પીએસઆઇ કે. એસ. ભગોરા, હેડ કોન્સ. પ્રકાશભાઇ હિરાભાઇ, કોન્સ. વિશાલભાઇ રામભાઇ, અજયભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે કુવાડવા રોડ નજીક પ૦ ફુટ રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતો આશિષ સુધીરભાઇ સોઢા ને ઘર નજીકથી દારૂની બોટલ સાથે પકડી કાર્યવાહી કરી હતી.
જ્યારે કે, આજીડેમ પોલીસના પીઆઇ એચ.એમ. પટેલની રાહબારીમાં હેડ કોન્સ. પી.એ. ચીરોડીયા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, મનીષભાઇ શીરોડીયા, સાવનભાઇ સાંગાણી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માલધારી ફાટકથી આગળ કોઠારીયા સોલવન્ટ તરફ જવાના રસ્તે ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો જયા જુગાર રમતા સુધાંશુ ઉર્ફે ક્રિષ્ના સંજયભાઇ દિક્ષીત (ઉ.વ.૨૮ રહે.સીતારામ સોસાયટી શેરી નં.૩ કોઠારીયા સોલવંટ), શિવ કાલીપ્રસાદ સાહુ (ઉ.વ.રર રહે.ગોકુલધામ સોસાયટી શેરી નં.ર કોઠારીયા સોલવંટ), અનુજ પપ્પુરામ ગોૈતમ (ઉ.વ.૩૧ રહે.વાવડી ગામ પ્રશાંત કાસ્ટીંગ સામે) મોહિત મહેશભાઇ સિનરોજા (રહે.આહિર ચોક નજીક મામા સાહેબના મંદિર પાસે), ઇસ્તાક સમીરખાન પઠાણ (ઉ.વ.૩૫ રહે આહિર ચોક નજીક મામા સાહેબના મંદિર પાસે) રોશનઅલી જુમાઇ મંસુરી (ઉ.વ.૨૭૮ રહે.આરતી ઈન્ડસ્ટ્રીઝ એરીયા સાંઇબાબા સર્કલ પાસે), રજીતરામ આફત પાસવાન (ઉ.વ.૨૬ રહે.વાવડી ગામ) દદન ગુપ્તેશ્વર તુરાહા (ઉ.વ.૪૫ રહે.ખોડીયારનગર શેરી નં.૧ ગોંડલ રોડ) પપ્પુ અલીરજા શેખ (ઉ.વ.૩૩ રહે. પટેલ સોસાયટી શેરી નં.૪ બ્રહ્માણી ચોક) અને ધીરૂ નનકુભાઇ ખાચર (ઉ.વ.૩૮ રહે.લોઠડા ગામ)ને પકડી લઇ રૂા.૨૦,૬૫૦ ની રોકડ કબ્જે કરી હતી.


