બુધવાર, જુલાઇ 15, 2026

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 15, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામકંડોરણાના દડવી ગામે ઘર પાસેથી ગાય-બકરા દૂર કરાવતા યુવાનને ગોપાલકે જ્ઞાતિ પ્રત્યે...

જામકંડોરણાના દડવી ગામે ઘર પાસેથી ગાય-બકરા દૂર કરાવતા યુવાનને ગોપાલકે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : જામકંડોરણા તાલુકાના દડવી ગામે રહેતા શખ્સ દ્વારા ઘરની ડેલી પાસે બકરા અને ગાયોને હટાવતા માલધારી દ્વારા યુવાનને લાકડી વડે માર માર્યો હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને ઝઘડામાં વચ્ચે પડેલ ફરિયાદીની દીકરીને માર મારતા પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં સારવાર લઈ અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના દડવી ગામે રહેતા ભરતભાઈ રતિલાલ મહિડા ઉંમર વર્ષ ૪૦ વર્ષીય યુવાન પોતે કડિયા કામ ની મજૂરી કરી ઘરે પરત ફરતા ઘર પાસે ગામનો મનસુખ ભાયાભાઈ શિયાળ પોતાના માલઢોર બકરા, ગાયો રાખી ઉભા હોય ત્યારે ઘરમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોવાથી ફરિયાદી દ્વારા લાકડી વડે બકરાને ગાયોને હટાવતા મનસુખ ભાયાભાઈ શિયાળ દ્વારા મારી ગાયોને અને બકરાને કેમ હટાવસ કહીને અચાનક લાકડી વડે હુમલો કર્યો હતો અને જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી બીભત્સ ગાળો ભાંડી માર મારતા ઝઘડામાં ફરિયાદીની બે દીકરીઓએ વચ્ચે પડતા તેમને પણ પછાડી દીધી હતી અને આડોશ પડોશ લોકો એકઠા થઈ જતા ફરિયાદીને છોડાવ્યો હતો અને ફરિયાદીને ઇજાઓ થતા બંને દીકરીઓ સાથે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ કરતા પોલીસે મનસુખ ભાયાભાઈ શિયાળ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર