શનિવાર, ઓગસ્ટ 29, 2026

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકોઠારીયા રોડ ઉપર સ્વાતી પાર્કમાં કારખાનામાં ધુસી યુવક પર મહિલા સહિતના ટોળાએ...

કોઠારીયા રોડ ઉપર સ્વાતી પાર્કમાં કારખાનામાં ધુસી યુવક પર મહિલા સહિતના ટોળાએ કર્યો હુમલો

રાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ એકને રાત્રે અને અન્ય ત્રણ યુવકને સવારે માર માર્યાનો અને મોબાઇલની લૂંટ ચલાવ્યાનો આરોપ

રાજકોટ : રાજકોટ શહેરમાં કોઠારિયા રોડ પર શ્રીહરી સોસાયટીમાં દારૂના નશામાં અજાણયા શખ્સોએ ચાર શ્રમિક યુવાને દારૂ કયા મળે છે? તેવુ પૂછતા ચારેક યુવાનોએ અમે દારૂ પીતા નથી. તેવુ કહેતા મહિલા સહિતના આવારા શખ્સોએ પથ્થર મારો કરી એક યુવકને માર માર્યો હતો. જે ઝઘડાનો ખાર રાખી સ્વાતી પાર્કમાં કારખાનામાં કામ કરતા યુવકને ટોળાએ કારખાનામાં ધુસી માર માર્યો હતો. જેમાં વચ્ચે પડેલા અન્ય બે યુવકને પણ માર મારી મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર શ્રીહરી સોસાયટીમાં રહેતા અને સ્વાતીપાર્કમાં કારખાનામાં કામ કરતો રોહીત મથુરાપ્રસાદ (ઉ.વ.18) અને બાલાજી ટ્રાન્સ્પોર્ટમાં નોકરી કરતા વીર ગોલીરામ ગૌતમ (ઉ.વ.26), ખુશીરામ ગોલીરામ ગૌતમ (ઉ.વ.20) અને લક્ષ્મણ ગોલીરામ ગૌતમ (ઉ.વ.18) સાથે મહિલા સહિતના અજાણયા શખ્સોએ સવારના નવેક વાગ્યાના અરસામા ઝઘડો કરી પથ્થર મારો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. ચારેય યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત ચારેય યુવાનો રાત્રીના ફાકી ખાવા ગયા હતા ત્યારે હુમલાખોર શખ્સોએ દારૂ કયા મળે છે. તેવુ પૂછતા ચારેય યુવાનોએ અમે દારૂ નથી પીતા તેમ કહેતા અજાણયા શખ્સોએ ઝઘડો કર્યો જેમાં એક યુવકને ઇજા પહોંચી હતી. જ્યારે રોહીત કારખાનામાં કામ કરતો હતો ત્યારે મહિલા સહિતના શખ્સોએ કારખાનામાં ધુસી રોહીત પર હુમલો કર્યો હતો અને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે યુવકને માર મારી મોબાઇલની લૂંટ ચલાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર