બુધવાર, ઓક્ટોબર 28, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 28, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયવાવાઝોડું અર્નબ આંધ્રપ્રદેશ સાથે અથડાયું, ભારે પવન ફુંકાયો, સેંકડો વૃક્ષો-વીજળીના થાંભલા ધરાશાયી

વાવાઝોડું અર્નબ આંધ્રપ્રદેશ સાથે અથડાયું, ભારે પવન ફુંકાયો, સેંકડો વૃક્ષો-વીજળીના થાંભલા ધરાશાયી

નવી દિલ્હી : વાવાઝોડું ‘અર્નબ’ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયું. તોફાન દરમિયાન 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તેની અસરથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કાકીનાડા અને કોન્સીમામાં ભારે વરસાદ પડી રહ્યો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ જોતાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે 50 ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરની 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશાએ 4,000 ચક્રવાત આશ્રયસ્થાનો (સાયક્લોન શેલ્ટર) બનાવ્યાં છે.
ઓડિશામાં પણ ભારે વરસાદને કારણે 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી મર્યાદિત નહીં રહે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર