ગુરુવાર, ઓક્ટોબર 22, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 22, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગોંડલ રોડ ઉપર લોહાનગરમાં સિક્યુરિટી ગાર્ડના રહેણાંક મકાનમાંથી રૂ.3.63 લાખની ચોરી

ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં સિક્યુરિટી ગાર્ડના રહેણાંક મકાનમાંથી રૂ.3.63 લાખની ચોરી

શંકરભાઈ ભેમાણી (ઉ.વ 60) માતાજીના નિવેદ અર્થે વતન ગયા હતા ત્યારે ઘટના બની : એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ : રાજકોટના ગોંડલ રોડ પર આવેલા લોહાનગર વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી અજાણ્યો તસ્કર સોનાના દાગીના, રોકડ રકમ અને વાસણો મળી કુલ રૂ. ૩.૬૩ લાખથી વધુની મિલકત ચોરી કરી ફરાર થઈ ગયો છે. પરિવારજનો માતાજીના નિવેદ અર્થે વતન ગયા હતા ત્યારે આ ચોરીની ઘટના બની હતી. ઘટના અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

​ગોંડલ રોડ પર આવેલા લોહાનગર વિસ્તારમાં દીપુભાઈ કરીયાણા વાળાની બાજુમાં રહેતા શંકરભાઈ નાથાભાઈ ભેમાણી પોતાની પત્ની સાથે રહે છે. તેઓ મૂળ ગામ માંડલ (તા. વિરમગામ) ખાતે માતાજીના નિવેદ કરવા માટે ગયા હતા. ઘરેથી નીકળતી વખતે તેઓએ ઘરના દરવાજા તથા ડેલીને બરાબર તાળા માર્યા હતા. આ બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યો ચોર ઇસમ દીવાલ ટપી અથવા બીજી ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો.

​પરિવારજનો વતનથી પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા લાકડાની શેટીમાં રાખેલ રૂ. ૨.૧૦ લાખની કિંમતનું ૩ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને રૂ. ૭૦ હજારની કિંમતની ૩ સોનાની વીંટીઓ ગાયબ હતી. આ સિવાય રૂ. ૮૦,૦૦૦ની રોકડ રકમ તેમજ પીતળની ગોળી, તાંબાની કોઠી, ગરબો, કાંસાની ત્રાંસળીઓ અને પીતળના જગ જેવા કિંમતી વાસણો પણ ચોરાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું.

​ચોરીની ઘટના બન્યા બાદ મકાનમાલિક દ્વારા પોતાના વિસ્તાર અને આજુબાજુના લતામાં દાગીના અને વાસણો અંગે પ્રાથમિક શોધખોળ કરવામાં આવી હતી. તમામ પ્રયાસો છતાં ચોરાયેલો મુદ્દામાલ ન મળી આવતા આખરે પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મોડી ફરિયાદ નોંધાવવાનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે કરવામાં આવેલી તપાસ હોવાનું જણાવાયું છે.

​આ બનાવ અંગે રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) અને ૩૩૧(૪) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુલ રૂ. ૩,૬૩,૨૫૦ની ચોરી અંગે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર